Thursday, June 14, 2012

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ;
ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને
ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ...

આપણે એવું નહીં વિચારવું કે ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા,
બલકે ભગવાનનો આભાર માનો કે આપણને ભૂલની સજા તરત નથી આપતા.

‎દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે....



કશું ના હોય ત્યારે "અભાવ" નડે છે, થોડું જ હોય ત્યારે "ભાવ" નડે છે,
જીવન નું આ એક કડવું સત્ય છે, બધું જ હોય ને ત્યારે "સ્વભાવ" નડે છે..

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું....

સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ ,ભૂલી જવા જેવી છે બીજા ની ભૂલ .....
આટલું માનવી કરે કબુલ, તો હર રોજ દિલ માં ઉગે સુખ ના ફુલ ...

"માણસને પ્રેમ કરો વસ્તુને નહી,વસ્તુને વાપરો માણસને નહી"...

No comments: