Courtesy :કુરુક્ષેત્ર
લડવૈયો જીન MAO-A
ઘણા માણસો જન્મજાત આક્રમક સ્વભાવના હોય છે.
હવે આક્રમક સ્વભાવના એટલે રોજ લડવા બેસતા હોય તેવું સમજવું પણ વધુ પડતું
છે. આસપાસના વાતાવરણ, અને સર્વાઇવલની જરુરીયાત પ્રમાણે માનવીનો સ્વભાવ
ઘડાતો હોય છે. આમ વાતાવરણ અને પરિસ્થિતિ પ્રમાણે સ્વભાવ ઘડાતો હોય છે, તે
પ્રમાણે કલ્ચર ઘડાતું હોય છે, તેની અસર જિનેટિકલી માનવીના શરીર ઉપર પડતી
હોય છે. પરસ્પર દેવો ભવઃ પ્રમાણે બધું અરસપરસ એકબીજા ઉપર અસર કરતું હોવાથી
જેનિસની અસર સ્વભાવ ઉપર પડતી હોય અને તે પરમાણે કલ્ચર ઘડાય તેવું પણ બનતું
હોય છે અને તે પ્રમાણે પાછો સ્વભાવ અને શરીર ઘડાય તેવું પણ બનતું હોય છે................
..........
..........
બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશરાજના ખંડિયા
દેશોના લશ્કરો બ્રિટન તરફથી જર્મનો સામે લડેલા. બ્રિટનનો સૂરજ કદી આથમતો
નહિ. એ ન્યાયે ઘણાબધા દેશોના લશ્કરો આમાં જોડાયેલા. યુદ્ધ પત્યા પછી જે તે
સૈનિકોએ યુદ્ધમાં બહાદૂરી બતાવી હોય તેમને બ્રેવરી માટે મેડલ વહેંચાયેલા.
એના પછી સર્વે થયેલો કે કોણ સૌથી વધુ મેડલ લઈ ગયું છે ? આખી દુનિયામાં સૌથી
વધુ બ્રેવરી માટેના મેડલ ભારતના રાજપૂત સૈનિકો લઈ ગયેલા. વર્ણવ્યવસ્થા અને
લગ્નવ્યવસ્થાના આકરાં ધારાધોરણોને લીધે લડાયક સ્વભાવ ફક્ત એક જ વર્ગ પૂરતો
સીમિત રહી ગયો. અને એમાં તે વર્ગ પણ સંખ્યામાં સીમિત બની ગયો.
રૉકસ્ટાર હેનરી રોલિન્સ એના પોતાના આક્રમક
સ્વભાવ માટે આખી જીંદગી ચિંતિત રહ્યો. નેશનલ જિયોગ્રાફી ટીમ સાથે મળીને એણે
એક ડૉક્યુમેંટરી બનાવેલી. એમાં રસસ્પ્રદ અભ્યાસ કરવામાં આવેલો. એમાં
હાર્ડ્કોર બાઇકર્સ સામેલ કરવામાં આવેલા. આ લોકો કાયમ મોટી મોટી મોટર સાઇકલ જ
ફેરવતા હોય, હટ્ટાકટ્ટા દેખાવે જ આક્રમક લાગતા હોય. મિક્સ્ડ માર્શલ આર્ટ
ફાઇટર્સ પણ સામેલ કરવામાં આવેલા. લોસ એન્જલસની હિંસક ગણાતી ગેંગના બે સભ્યો
પણ આવરી લેવાયા હતા. ત્રણ બૌદ્ધિષ્ઠ સાધુઓ સાથે એક અમેરિકાની વિખ્યાત સીલ
ટીમનો સભ્ય પણ સામેલ કરાયેલો. આ બધાના ઇન્ટરવ્યૂ સાથે એમના ગાલ અંદરથી
ખોતરીને એમના જીન ચેક કરવા નમૂના લેવામાં આવેલા કે આ લોકો વૉરિઅર જીન ધરાવે
છે કે નહિ ?
Monoamine oxidase A, also known as MAO-A, is an enzyme that in humans is encoded by the MAOA gene. Monoamine oxidase A is an isozyme of monoamine oxidase. આનું મુખ્ય કામ norepinephrine (noradrenaline), epinephrine (adrenaline),
serotonin, અને dopamine જેવાં ન્યુરૉકેમિકલ્સનું રિસાઇક્લિંગ કરવાનું
રહેતું હોય છે. એને હળવા કરવાનું હોય છે. આમાં ગરબડ થાય અને આ જીનનું
કામકાજ ધીમું હોય તો સ્વાભાવિક પેલાં રસાયણોનું જોર વધતું રહે તો આક્રમકતા
વધુ રહે. Mutation in this gene results in monoamine oxidase deficiency, or Brunner syndrome.
આ જીનનું કામકાજ વધી જાય તો પેલાં ન્યુરૉકેમિકલ્સનું વધારે પડતું
રિસાઇક્લિંગ થઈ જાય તો માણસ બહુ મોટું ડિપ્રેશન અનુભવતો થઈ જાય. આપઘાત
કરવાનું મન થાય, અનિંદ્રા જેવું પણ થઈ જાય. Serotonin તો આપણે જાણીએ છિયે
કે જ્યારે કોઈના ઉપર પ્રભુત્વ અનુભવીએ ત્યારે હેપિનેસ અર્પતું હોય છે.
Adrenaline એટલે “ એક મરણિયો ૧૦૦ ને ભારે “ સમજવું. જ્યારે જીવ ઉપર આવી
જઈએ, ‘જાન કા ખતરા’ ઊભો થઈ જાય ત્યારે માણસમાં ભયંકર તાકાત આવી જતી હોય છે.
એક ઘાંચી અને દરબારનું ફેમિલી જોડે જોડે
રહેતાં હતાં. ઘાંચી તો સ્વાભાવિક તેલની ઘાંણીએ કામ કરતો એટલે તગડ્મસ્ત હતો,
દરબાર બિચારાં સુકલકડી. ઘાંચણ કાયમ દરબારની વહુ ને ચીડવે કે જુઓ મારો
ઘાંચી કેવો અલમસ્ત છે અને તમારો દરબાર જુઓ સાવ સુકલકડી. દરબારનાં વહુ
દરબારને ફરિયાદ કરે પેલી ઘાંચણ આમ કહે છે. દરબાર એક જ વાક્ય કહેતા કે ઢોલ
વાગવા દે, બૂંગિયો વાગવા દે ત્યારે વાત.
એકવાર ગામમાં લૂંટારા આવ્યા અને જુના
જમાનાના રિવાજ પ્રમાણે ગામના લોકોને ભેગાં કરવા ઢોલ વાગ્યો, દરબારને શૂરાતન
ચડ્યું adrenaline ન્યુરૉકેમિકલનો ફ્લો વધી ગયો. પ્રચંડ તાકાત અનુભવવા
લાગ્યાં, બાજુમાં પડેલી લોખંડની કૉશ ઉઠાવી પેલાં ઘાંચીના ગળામાં ભેરવીને
વાળી દીધી અને તલવાર ઉઠાવી લૂંટારા સામે લડવા નીકળી પડ્યા. બધું પતી ગયા
પછી ઘેર આવ્યા ઘાંચી કહે આ મારી ગળે ભેરવેલી કૉશ કાઢો બાપા મારી નાખ્યો તમે
તો. દરબાર કહે હવે ના બને ફરી ઢોલ વાગે ત્યારે સામો આવી ને ઊભો રહેજે.
‘જાડા દેખકર ડરના નહી પતલા દેખકર લડના નહી’, એવું મારા ફાધર કાયમ કહેતા.
Adrenaline નું કામ આવું હોય છે.
monoamine oxidase-A gene ને warrior gene
કહેતાં હોય છે. હિંસક વર્તણૂક ફક્ત જીન આધારિત હોય તેવું પણ નથી. સર્વાઇવલ
માટે બચપણમાં આક્રમક બનવાનું હાર્ડ વાયરિંગ બ્રેનમાં થયેલું હોય તો પણ
હિંસક વર્તણૂક ઊભી થતી હોય છે. દેશની બૉર્ડર ઉપર રહેતાં લોકોને વારંવાર
યુદ્ધોનો સામનો કરવો પડતો હોય ત્યારે ત્યાં વસતી પ્રજા સામાન્યતઃ લડાયક હોય
છે. રૉકસ્ટાર હેનરી રોલિન્સને હવે બધાં રિઝલ્ટ મળી ગયાં હતાં. તે પોતે
આક્રમક સ્વભાવ ધરાવતો હતો પણ વૉરિઅર જીન એનામાં નહોતો. બચપણમાં સ્કૂલમાં
એને બીજા છોકરાઓ ખૂબ હેરાન કરતા. એને ખૂબ મારતા, એમાંથી બચવા તે ખૂબ આક્રમક
બની જતો. આમ બચપણમાં તોફાની છોકરાઓથી બચવા આક્રમક બનવું જરૂરી હતું અને તે
સ્ટ્રેટેજીનું હાર્ડ વાયરિંગ એના બ્રેનમાં કાયમી થઈ ગયેલું. એટલે પુખ્ત
બન્યા પછી પણ એ આક્રમક વલણ દાખવતો.
હાર્ડકોર બાઇકર્સમાથી ત્રણ જણા વૉરિઅર જીન
ધરાવતા નીકળ્યા અને જેણે ખૂબ હિંસાનો સામનો કરેલો તે જ વૉરિઅર જીન વગરનો
નીકળ્યો. પેલાં ગૅંગ્સ્ટર તો વૉરિઅર જીન ધરાવતા જ નીકળ્યા. ત્રણે બૌદ્ધિષ્ઠ
સાધુઓ વૉરિઅર જીન ધરાવતા નીકળ્યા જેઓ તદ્દન શાંત હતા. મતલબ મેડિટેશન આ
લોકોને શાંત બનાવતું હતું. નેવી સીલ ટીમનો સભ્ય વૉરિઅર જીન ધરાવતો પણ એની
આક્રમકતા પોઝિટિવ હતી કે તે જિમ ચલાવતો હતો. લોકોને સ્વરક્ષણ શીખવતો હતો.
વૉરિઅર જીન ધરાવતો માણસ આર્મીમાં જઈને દેશની સેવા કરી હીરો બની શકે છે અથવા ગૅંગ્સ્ટર બની દેશની કુસેવા કરી વિલન પણ બની શકે છે.
No comments:
Post a Comment